કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્વારા પ્રકૃતિ અનુભૂતિ શિબિરનું આયોજન.
કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે નવરંગ નેચરલ ક્લબ રાજકોટ દ્વારા વિધાર્થીઓ માં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, લાગણી વધે તે માટે નવરંગ નેચર ક્લબ-રાજકોટ ઋતુ પ્રમાણે પ્રકૃતિ અનુભૂતિ શિબિરોનું ટોકન દરે દર વર્ષે આયોજન કરે છે.એક શિબિર માં 60 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ભાગ લઈ શકે છે.2 દિવસ અને 1 રાત્રિની એક શિબિર હોય છે, આવી શિબિરો ખડધોરાજી (તા-કાલાવડ, જી-જામનગર) ખાતે નવરંગ નેચર ક્લબ દ્વારા તારીખ:-01/01/2025 થી 28/02/2025 સુધી કરવાનું આયોજન કરેલ છે, જેની ફી 20 રૂ પ્રતિ વિધ્યાર્થી છે, આ ફી અમો પ્રશિક્ષકને આપશું.
ખડધોરાજી (તા-કાલાવડ, જી-જામનગર) કે જે નિકાવા પાસે આવેલ છે જે રાજકોટ થી ૩૫ કિલોમીટર દૂર આવેલ છે,ત્યાં દેવધાર ખોડીયાર મંદિર તરીકે ઓડખતી જગ્યા એ સરસ મજાનું જંગલ છે. અને પક્ષીઓ થી હર્યાભર્યા આ એરિયા માં બાળકોને પક્ષી દર્શન, વનસ્પતિ દર્શન, આકાસ દર્શન કરાવવા માં આવસે.
વિધ્યાર્થીઓ પ્રકૃતિની વચ્ચે રહી અવલોકન કરતાં તેને પ્રકૃતિના જીવો પ્રત્યે લાગણી બંધાશે અને પોષણકડી ની જાણકારી અને તેના મહત્વ વિષે ની સમજણ વધશે, પ્રકૃતિના જીવો પ્રત્યે લાગણી વધશે એટલે તેણે સંચાવવા અને તેના સવર્ધન માં તેની વિશેષ રુચિ વધશે,આમ નાની ઉમર માં તેના કુમળા મન માં પ્રકૃતિ પ્રત્યે અહોભાવ જાગશે અને પ્રકૃતિની વંદના કરતાં થસે.
ધમાલ અને ઘોંઘાટ ભરી શહેરી જીવનની જિંદગી થી દૂર પક્ષીઓના મધુર કલરવની વચ્ચે કુદરતી વાતાવરણ માં ઓછી જરૂરિયાત થી કેમ જીવાય તથા પ્રકૃતિની અનુભૂતિ કરવાની ઉત્તમ તક સાથે સાથે નરી આંખે આકાસ દર્શન,વનસ્પતિદર્શન, ટ્રેકિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમની અમૂલ્ય તક વિદ્યાર્થીઓને મળશે.
આ કાર્યક્રમની રૂપરેખા
પ્રથમ દિવસ બોપોરે 3:00 વાગ્યે આગમન, (રજીસ્ટ્રેસન તેમજ ફી રૂપિયા 20)
04 થી 06:30 વન-વગડા માં ટ્રેકિંગ, વનસ્પતિ દર્શન,07થી 07:30 રાત્રિ ભોજન (વાળું પાણી, બાળકો એ પોતાનું ટિફિન સાથે લાવવાનું છે)
રાત્રે 08 થી 10 સાંસ્કૃતિક કાર્યક્રમ, નરી આંખે આકાસ દર્શન,બેટરી વિના અંધારા માં ચાલવું,રાત્રે 10 થી સવારે 06 રાત્રિ વિશ્રામ આમ પ્રથમ દિવસની રૂપરેખા આ મુજબ રહેશે ત્યારબાદ,
બીજો દિવસ સવારે 08 થી 09 વન વગડા માં પક્ષી દર્શન, 09 થી 09:30 સવારનો સૂકો નાસ્તો (વિધ્યાર્થીઓ એ સાથે લાવવાનું રહેશે)10 થી 11 કુદરતની વાતો/પ્રશ્નોતરી/પ્રતિભાવો અને વિદાય
સાથે લાવવની વસ્તુઓ આ મુજબ રહેશે.ઓઢવા/પાથરવાનું,પાણીની બોટલ,બુટ પહેરીને આવવું, રાત્રિ ભોજન માટેનું ટિફિન તથા બીજા દિવસ સવાર માટે સૂકો નાસ્તો.
શિબિર માં ભાગ લેવા માટે સ્કૂલો એ ટેલિફોનિક રજીસ્ટ્રેસન કરાવવું અનિવાર્ય છે,રજીસ્ટ્રેસન કરવા માટે શ્રી ઉર્વેશભાઈ પટેલ 9428349452 નો સંપર્ક કરવો.