માળીયા (મી): અમદાવાદ હાઇવે ઉપર માળિયાથી દૂર સ્વીફ્ટ કાર ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં જતી રહી હતી અને સામેથી આવતી રીક્ષા સાથે અથડાતા અકસ્માત સર્જતાં રીક્ષાચાલકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર સ્વીફ્ટ કાર નં-GJ-01-HQ-3129ના ચાલકે પુર ઝડપે અને ગફલત રીતે કાર ચલાવી ડીવાઈડર કુદાવીને રોંગ સાઈડમા રિક્ષા રજી.નં-GJ-27-W-2871 સાથે અકસ્માત સર્જતાં રીક્ષા ચાલક રાજુભાઇ ગોત્રેકીયાને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યુ હતું. અને સાહેદને નાની મોટી ઈજાઓ પહોચી હતી.આ બનાવ અંગે મૃતકના પુત્ર ગૌતમભાઈએ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.