મોરબીના હરીપર કેરાળા રોડ પર આવેલ કારખાનામાં લીફ્ટમાં માથું આવી જતા ઇજા પહોંચતા ૩૧ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ દેવાભાઈ વાસણ ઉ.વ.૩૧ રહે. હરીપર કેરાળા રોડ નેલશન પ્રાવેઈટ લીમીટેડ કારખાનામાં ભરતનગર વાળા કોઈ પણ સમયે નેલશન પ્રાવેઈટ લીમીટેડ કારખાનામાં કામ કરતી વખતે લિફટમાં માથુ અકસ્માતે દબાઈ જતા ગંભીર ઈજા થતા પ્રથમ સારવાર માટે ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.