મોરબી: સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. જેને અટકાવવા જિલ્લાના અનેક ગામો અને શહેરો સ્વયંભૂ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યા છે. તેની નોંધ લઈ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ લોકોને કોરોના માર્ગદર્શિકાના પાલન કરવાની તેમજ ગામના આગેવાનોને લોક ડાઉન કરવાની અપીલ સોશીયલ મીડીયા મારફતે કરી હતી.
વિનોદ ચાવડાએ એક વિડિયો સંદેશ મારફત લોકોને જણાવ્યું હતી કે, હાલની કોરોના પરિસ્થિતિ જોતા દરેક વ્યક્તિએ સમજદારી દાખવી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા તથા અન્ય લોકોને પણ રસી મુકવા આગળ આવું જોઈએ. કચ્છ જિલ્લાના તેમજ મોરબી વિસ્તારના તમામ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રમુખો અને ગામના સરપંચોએ કોરોના સંકમણ અટકાવવા તેની સાંકળ તોડવા લોકડાઉનની પ્રક્રિયા વધારવી પડશે, તે માટે સૌ લોકોએ સરકારની કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવા જણાવ્યુ હતું.