ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ મા મોરબીના વિનય કરાટે એકેડેમીના ધ્રૂવે કુંડારીયાએ ગોલ્ડ મેડલ જીત્યો
મોરબી: ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૨નુ આયોજન મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે -ડુ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતુ. આ ટુર્નામેન્ટ બે ભાગમાં યોજાઈ હતી કાતા અને કુમીતેમા. આ ટુર્નામેન્ટમા મોરબીમાં ચાલતી વિનય કરાટે એકેડેમીમાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સીરામીક એસોસિયેશનના પ્રમુખ મહેશભાઈ કુંડારીયાના પુત્ર ધ્રૂવ કુંડારીયાએ કરાટે કાતામા ગોલ્ડ મેડલ તેમજ કરાટે કુમિતેમા ગોલ્ડ મેડલ મેળવી મોરબી જીલ્લનુ નામ રોશન કર્યું છે. તે બદલ વિનય કરાટે એકેડેમીમાના કોચ વાલજીભાઈ ડાભી દ્વારા ધ્રૂવ મહેશભાઈ કુંડારીયાને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
