મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં અગ્રણીઓ સરદાર પટેલના સ્ટેચ્યુને હારારોપણ કરવામાં આવ્યું
મોરબી નગરપાલિકા દ્વારા શનાળા રોડ પર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને હારારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, એક ભારત બનાવવામાં સરદાર પટેલનું યોગદાન અને પુરુષાર્થ સમગ્ર ભારત વર્ષ માટે અદ્વિતિય છે. સરદાર પટેલે એક ભારતનું નિર્માણ કર્યું જ્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે અથાગ પ્રયાસો થઇ રહ્યા છે અને સરદાર પટેલના સ્વપ્નનું ભારત આકાર લઇ રહ્યા હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓએ સરદાર પટેલના બાવલાને હારારોપણ કરી સરદાર પટેલના દેશ માટે કરેલા યોગદાનને પુનઃસ્મરણ કર્યું હતું,
આ પ્રસંગે પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, નગરપાલિકાના કોર્પોરેટર્સ, સ્થાનિક અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
