ઉદ્યોગના વડા એવા રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન…દેશમાં શોકનો માહોલ…
ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. રતન નવલ ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું.
ભારતના અર્થતંત્રમાં મહાનાયકનો રોલ ભજવનારા જેઆરડી ટાટાના ઉત્તરાધિકારી રતન ટાટા દેશના સરળ જીવન જીવનારા મહાન ઉદ્યોગપતિમાં સામેલ હતા.
જીવન પરિચય
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ ગુજરાતનાં સુરતમાં એક પારસી પરિવારમાં થયો. તેમના પિતાનું નામ નવલ ટાટા અને માતાનું નામ સોનૂ ટાટા હતુ. તેમના પિતાએ બે લગ્ન કર્યા. તેમની પારકી માતાનું નામ સિમોન ટાટા હતું. નોએલ ટાટા તેમના પારકા ભાઈ છે. કૉર્નેલ ઓ હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ તેમણે ટાટા ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યુ. હાલમાં રતન ટાટા ટાટા સન્સ, ટાટા ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના ચેરમેન છે. રતન ટાટા ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલટેન્સી, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બિવરેજ, ટાટા કેમિકલ, ટાટા ટેલીસર્વિસ અને તાજ ગ્રુપના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલીના પારસી સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. સૌથી પહેલા મૃતદેહને પ્રાર્થના હોલમાં રાખવામાં આવશે, જ્યાં લગભગ 200 લોકો હાજર રહી શકે છે. લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના થશે. આ પછી મૃતદેહને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં મૂકવામાં આવશે અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
રતન એન ટાટાનો પાર્થિવ દેહ જનતાના અંતિમ દર્શન માટે એનસીપીએ લૉનમાં રાખવામાં આવ્યો. સામાન્ય લોકો ત્રણ નંબરના ગેટ પરથી લૉનની અંદર જઈને રતત ટાટાના પાર્થિવ શરીરના દર્શન કરી શકે છે.