મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામે તીનપત્તીનો જુગાર પાંચ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામે રાધે ક્રિષ્ના હોટલની પાછળ, જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ બાબુભાઇ હીરાભાઇ ફળદુ, (રહે. ઉમા ટાઉનશીપ, બ્લોક નં.૮૦૩, વિનાયક બી એપાર્ટમેન્ટ, મોરબી-૦૨), ગોવિંદભાઇ અમરશીભાઇ વડસોલા, (રહે. ઉંચી માંડલ, મેઇન બજાર, તા.જી.મોરબી), મહિપતસિંહ માધુભા પરમાર (રહે. ઉંચી માંડલ, જુના ગામમાં, તા.જી.મોરબી), કનૈયાલાલ મગનલાલ રૂપાલા, (રહે. સુસવાવ, તા.હળવદ, જી.મોરબી), રાજેશભાઇ માવજીભાઇ કાલરીયા, (રહે. ગોપાલ સોસાયટી, ગુ.હા.બોર્ડ, મોરબી-૦૨) ને રોકડ રકમ રૂ. ૩૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.