હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે મકાનમાં ચાલતા
જુગારધામ ઉપર પોલીસે રેઇડ પાડી જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે. પોલીસે જુગારીઓના કબ્જામાથી ૭૯,૪૦૦નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામેં આરોપી બિપીનભાઇ ચંદુભાઇ કૈલાના રહેણાંક મકાનનામાં જુગાર રમાતો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી ગઈ હતી જ્યાં રેઇડ કરતા જુગાર રમતા બિપીનભાઇ ચંદુભાઇ કૈલા, પરષોતમભાઇ મગનભાઈ વિડજા, મનસુખભાઇ આંબાભાઇ, જંગદીશભાઇ મગનભાઇ કૈલા, રમેશભાઇ રામજીભાઇ લોરીયા ( રહે પાંચેય ઇશ્વવરનગર), કમલેશભાઇ હરજીવનભાઇ કારોડીયા (રહે. મહેન્દ્રનગર, મોરબી ), મહેશભાઈ રણછોડભાઇ કારોડીયા (રહે. રણજીતગઢ), અમૃતભાઇ અવચરભાઇ ઓડીયા (રહે. ઉમિયાપાર્ક) ને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૭૯,૪૦૦ની રોકડ રકમ કબજે કરી વધુ કર્યાવહી હાથ ધરી છે.