મોરબીના નાગનાથમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ એ ઇન્ડસઇન્ડ બેંકના મહિલા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે તેમના દ્વારા એફડી (ફિક્સ ડિપોઝિટ) માટેના 18 લાખ જેટલા રૂપિયાની રકમ જમા કરવા આપેલ હોય તે રકમ આ કામના આરોપી મહિલા બેંક કર્મચારી દ્વારા અલગ અલગ ખાતામાં નાખી દેવામાં આવી હોય અને વૃદ્ધ સાથે છેતરપિંડી કરવામાં આવી હોય ત્યારે આ બાબતે વૃદ્ધ દ્વારા સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવવામાં આવી છેમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
મળતી માહિતી મુજબ મોરબીની નાગનાથ શેરીમાં રહેતા મુકેશભાઈ મહાદેવપ્રસાદ પંડયા (ઉ.વ.૬૪) એ આરોપી ભાવિશાબા એસ. ઝાલા રહે. વડોદરાવાળા વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી તથા આરોપી પડોશી હોય અને એકબીજા ઓળખતા હોય અને ઘરે અવર-જવર હોય જેથી વિશ્વાસ કેળવાય ગયેલ અને આરોપી મહિલા ઇન્ડસઇન્ડ બેંક મોરબી ખાતે નોકરી કરતા હોય જેથી બેન્કના કર્મચારી તરીકે વિશ્વાસમા લઇ ફરીયાદીની મરણમુડી સમાન મોટી રકમ ડીપોઝીટ કરાવી તેની ફીકસ ડીપોઝીટ કરાવી બેંક એકાઉન્ટની સવેદનશીલ માહીતી (ઇન્ટરનેટ બેંકીગ પાસવર્ડ) મદદ કરવાના બહાને જાણી લઇ પાસવર્ડનો ઉપયોગ પોતાના અંગત ફાયદા સારૂ કરી તા.૦૪/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૮/૨૦૨૩ દરમ્યાન ફરીયાદીના ફિકસ ડીપોઝીટમાં રહેલ નાણા પૈકી રૂા.૧૮,૦૦,૦૦૦/- ફરીયાદીની જાણ બહાર અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્જેકશન કરી, ઉચાપત કરી મેળવી લઇ બેન્કના કર્મચારી તરીકે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ભોગ બનનાર મુકેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૯,૪૨૦ તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ -૬૬(સી),૬૬(ડી), મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.