Friday, April 11, 2025

ઇન્ટરનેશનલ મેગેઝીન “ટ્રેડ પોસ્ટ” દ્વારા પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલ ને “મેન ઓફ ધ યર” એવોર્ડ એનાયત

Advertisement
Advertisement
Advertisement

ભારતમાં હોરોલોજિક ઇન્ડસ્ટ્રીઝ (વોચ એન્ડ કલોક ઇન્ડસ્ટ્રીઝ) માં વર્ષ ૧૯૫૯ થી ( ૬૨ વર્ષ ) થી ” ટ્રેડ પોસ્ટ ” નામે ઇન્ડસ્ટ્રીઝ ને જોડતું એક માત્ર મેગેઝીન છે. જે ઇન્ડિયાના અને ઇન્ટરનેશનલ વોચ અને કલોક બિઝનેસ સાથે જોડાયેલ ઇન્ડસ્ટ્રીઝ / હોલસેલર / રિટેલર્સ તથા અન્ય લોકેને દર મહિને જોડાતું ખુબજ પોપ્યુલર મેગેઝીન છે.

આ મેગેઝીન તરફ થી એકસ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ બદલ અજંતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયશુખભાઈ ને “મેન ઓફ ધ યર” નો એવોર્ડ આપવામાં આવેલ છે.

પાટીદાર રત્ન જયસુખભાઇ લાસ્ટ ૩ વર્ષ થી મોરબી ખાતે આવેલ નાના-મોટા કલોક ઇન્ડસ્ટ્રીઝ વાળા પાસે થી દર વર્ષ “લાખો” ની સંખ્યા માં કલોક બનાવડાવીને ઇન્ડિયન તથા એક્સપોર્ટ માર્કેટ માં સેલ્સ કરવામાં આવે છે આ પોઝિટિવ પ્રયાસથી રોજગારીમાં ખૂબ જ વધારો થયો તદુપરાંત નાના ઉદ્યોગકારો માટે પણ તે ખૂબ જ આશીર્વાદરૂપ બન્યો.

લગભગ ૫૦ થી ૬૦ કલોક ઇન્ડસ્ટ્રીઝ “ઓરેવા” ગ્રુપને તેની પ્રોડક્ટ સપ્લાઈ કરે છે ઓરેવા ગ્રુપ તેના કવોલીટી પેરામીટર મેન્ટેન કરી ને ડિઝાઇન / સેઈપ / મોડેલ / મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ / રોમટિરિયલસ – કમ્પોનેટ નો ભાવ વગેરે માર્ગદર્શન આપીને રિક્વાયરમેન્ટ મુજબ ના “કલોક ” મોડેલ ડેવલોપ કરાવે અને પરચેઝ કરે છે. અને આ પ્રકાર ના ઓરેવા ના યોગદાન થી નાના ઇન્ડસ્ટ્રીઝ વાળા પાસે જે સ્કિલ / એક્સપિરિઅન્સ વગેરે હોય તેનો ઉપયોગ કરી યોગ્ય પ્રાઈઝ આપી ને ઘરે બેઠા માર્કેટ ડેવલોપ કરી આપેલ છે. જે મોરબીની industry માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે

જયારે જયારે વુમન એમ્પાવરમેન્ટ નું નામ આવે ત્યારે આ ગ્રુપ નું નામ સૌપ્રથમ લેવાય છે કારણ કે આ ગ્રુપ માં આશરે ૪૦૦૦ કર્મચારીઓ કામ કરે છે… જેમાં આશરે ૯૦% અનસ્કીલ વુમનો ને રોજગારી આપવામાં આવે છે.

જયસુખભાઇ ની રાહબારી હેઠળ મોરબી ખાતે આવેલ ૨૦૦ ઇન્ડસ્ટ્રીઝ વાળા નું એક સંગઠન ” મોરબી કલોક મેન્યુ. એલાયન્સ ” બનાવામાં આવેલ અને કલોક ઇન્ડસ્ટ્રીઝ સાથે અન્ય પ્રોડક્ટ ડેવલોપ કરવા માટે ઘણી બધી મિટિંગ કરવામાં આવેલ મોરબી ખાતે ટોયઝ / મોસ્કીટો કિલર રેકેટ / ઇલેક્ટ્રોનિક્સ તથા ઇલેક્ટ્રીકલ્સ પ્રોડક્ટ ડેવલોપ કરવામાં માર્ગદર્શન તથા મદદરૂપ થયેલ.

આ “મોરબી કલોક મેન્યુ. એલાયન્સ “ તરફ થી ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ મોરબી ખાતે ડેવલોપ કરવા તથા ચાઈના થી થતું ” ગેરકાયદેસર” (ટેક્સ ચોરી) ઈમ્પોર્ટ તથા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ વાળના પ્રોબ્લેમો બાબત ની રજૂઆત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના અલગ અલગ ડિપાર્ટમેન્ટ માં ઘણી રજૂઆતો કરેલ અને તેનો સારો પ્રતિભાવ પણ મળેલ હતો.
જયસુખભાઈ ના કારણે લાસ્ટ ૨ વર્ષ થી જે કોરોના -૧૯ ના કારણે કલોક ઇન્ડસ્ટ્રીઝ માં જે મંદિ નો માહોલ હતો તેમાં ખુબજ સરાહનીય થાય તેવી કામગીરી કરવામાં આવેલ હતી.

આ બધી બાબતોને દયાન માં રાખીને ” વોચ અને કલોક ” ટ્રેડ પોસ્ટ માટે ” જયસુખભાઇ ઓ. પટેલ ને ” મેન ઓફ ધ યર ” નો એવોર્ડ વર્ષ ૨૦૨૧ માટે એનાઉન્સ કરવામાં આવેલ જે સમગ્ર મોરબી અને કલોક ઇન્ડસ્ટ્રીઝ માટે ખુબજ ગૌરવ ની વાત છે આ એવોર્ડ મળવા બદલ મોરબી કલોક ઇન્ડસ્ટ્રીઝ તરફ થી જયસુખભાઇ ને ખુબ ખુબ અભિનંદન આપવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW