આ છે આપના નેતા !, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ તિરંગાની ગરિમા જાળવવાનું ચૂકી ગયા.
રાષ્ટ્રધ્વજ એ ભારત દેશની આન બાન અને શાન છે. રાષ્ટ્રધ્વજની લહેરાવવા માટેના નિયમો પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેને ફ્લેગ કોડ કહે છે. પરંતુ 2024 સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ તેમજ તિરંગા યાત્રાનો આહવાન કર્યું હતું. પરંતુ એ જ સરકારના નેતાઓ ફ્લેગ કોડ ના નિયમોને ભૂલી રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા જોવા મળ્યા હતા. ત્યારે મોરબી શહેરમાં અવારનવાર રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોય પરંતુ અધિકારીઓ પણ આ બાબતે ચુપ્પી સાધીને બેઠા હતા. કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે મોરબીમાં વધુ એક ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા રાષ્ટ્રધ્વજનો લીલી ઝંડી તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
મોરબી ખાતે તાજેતરમાં તિરંગા યાત્રા દરમિયાન મોરબીના એક ભાજપ અગ્રણી દ્વારા તિરંગા નું અપમાન કરવામાં આવેલ. જે બાદ મોરબી નગરપાલિકા ખાતે ડોર ટુ ડોર વાહનોનું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે આ લોકાર્પણ કરવાનું આયોજન કરેલ હતું. હંમેશાં લોકાર્પણ માટે લીલી ઝંડી આપવામાં આવતી હોય છે. જેમાં લીલી ઝંડીનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આ લોકાર્પણ કાર્યક્રમમાં લીલી ઝંડી ની જગ્યાએ તિરંગા નો ઉપયોગ કરવામાં આવેલ આ ઘટના બાદ શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે કેમકે સરકારને સારા લાગવા માટે કાર્યક્રમમાં આગેવાની કરતા નેતાઓ તિરંગા ની ગરિમા જાળવી શકતા નથી. ફ્લેગ કોડ નિયમ મુજબ તિરંગાનો સજાવટ કે કોઈપણ અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકાતો નથી અને માત્ર તિરંગો હંમેશા ઉભી સ્થિતિમાં અને ઊંચો લહેરાવા માટે જ છે જેની અહીં અવગણના થઈ હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.