Thursday, April 24, 2025

આહિર એકતા મંચ ગુજરાતમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે રમેશભાઈ જીલરીયાની નિમણુંક

Advertisement
Advertisement
Advertisement

મોરબી: આહિર એકતા મંચ ગુજરાતના સ્થાપક અર્જુન આંબલીયા દ્વારા સંગઠનને વધુ મજબુત બનાવવા તમામ જિલ્લાઓમાં યુવાનોની વરણી કરવામાં આવી રહી છે. જેમાં આહિર એકતા મંચ ગુજરાતમાં મોરબી જિલ્લા પ્રમુખ પદે રમેશભાઈ આણંદભાઈ જીલરીયા (લાલાભાઈ)ની નિમણુંક કરવામા આવી છે. ત્યારે તમામ સંગઠનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી લાલાભાઈને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

આ તકે રમેશભાઈ જીલરીયાએ જણાવ્યું હતું કે, મને આહિર એકતા મંચ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવા બદલ હું અર્જુનભાઈ આંબલીયા અને સંગઠનનો આભાર વ્યક્ત કરૂ છું. તથા આવનાર દિવસોમાં સંગઠનને વફાદાર રહીને રાષ્ટ્રહિત કાર્ય કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, આહિર એકતા મંચ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં કોઈપણ નાત-જાત વગર બ્લડ હેલ્પનું કાર્ય કરી રહી છે. સાથે વૃક્ષોરોપણ અને પર્યાવરણ જતન, વ્યસનમુક્તિ અને શિક્ષણ માટે કામો કરી રહી છે.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW