Friday, April 11, 2025

આરોગ્ય સરકારની જવાબદારી : ધૈર્યરાજ, વિવાન જેવી ગંભીર બીમારીથી પીડાતા બધા બાળકોના સારવારની વ્યવસ્થા સરકાર કરે

Advertisement
Advertisement
Advertisement

• ૧૬ કરોડ ભેગા ન કરી શકે તો બાળકને મરવા દેવાનું? સરકાર જવાબ આપે.

એક કુટુંબ છે, એ કુટુંબમાં નાના બાળકને અચાનક અકસ્માત થાય છે. એ જીવન મરણની છેલ્લી ઘડીએ ઝોલાં ખાય છે. જો એક લાખ ભરી ઓપરેશન ન કરાવે તો મોત પણ થઇ શકે એવી પરિસ્થિતિ હોય છે. પણ એ સમયે ઘરનું કામકાજ ચાલું હોય છે. ધાબાનો ઉપરનો માળ ભરવાનો હોય છે. વીમાની પોલીસી પણ આજ મહિને ભરવાની હોય છે. આવા સમયે છોકરાનો બાપ કહે છે. અત્યારે આ બધું કામ છે એટલે આ લો પાંચ હજાર રૂપિયા ને દવા કરાવો, બાળકનો સારવાર ખર્ચ એક લાખ રૂપિયા થતો હોય છે. જે બાળકના પિતા બીજા બધા કામ કરવાનાં કારણે પાંચ હજાર આપી છટકી જાય છે…….! તમે કહેશો આવું તો કોઈ બાપ ન કરે, પોતના છોકરા માટે ઘર પણ વેચી દે, અને દવા કરાવે, પણ આ વાર્તા એક સંદર્ભે સાચી પડે છે. આ વાર્તામાં બાપની જગ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી છે. અને બાળક વિવાન છે.

આપણે વોટ આપી જેને સત્તા અપાવી છે. આપણે ખરીદીએ છીએ એ દરેક વસ્તુનો ટેક્સ ચુકવીએ છીએ છતાં. રાજ્યનાં મુખ્યમંત્રી દીકરા વિવાન માટે દસ લાખ જેવી રકમની જાહેરાત કરે છે. સામે જરૂર કેટલી છે તો ૧૬ કરોડ રુપિયાની. અરે કોઈ સરકાર આટલી ગેર જવાબદાર કેમની હોય શકે? શું ૧૦ ,લાખ આપી સરકાર પોતાની જવાબદારી માંથી ‌છટકી શકે? આ દિકરા વિવાન અને એના જેવા દરેક બાળકનો ખર્ચ સરકારે ઉપાડવાની જવાબદારી નથી? વિવાનના ઘરે મેં ફોન કરી આ દસ લાખ આપવા વાળી માહિતી મેળવી છે. પણ દસ લાખ નહી સારવારનો તમામ ખર્ચ સરકારને જ ઉઠાવવો જોઈએ, એક વર્ષ એક બ્રિજ ઓછો બાંધજો તો પણ ચાલશે પણ કોઈના જીવની કિંમત તો સમજો.

કાલે ધૈર્યરાજ હતો આજે વિવાન છે. કાલે બીજુ કોઈ બાળક હશે. આપણે ક્યાં સુધી ૧૬ કરોડ આપી આવા બાળકોને બચાવીશું? બાળક પ્રત્યે પુરેપુરી સહાનુભુતિ છે અને એવું જ ઈરછીએ છીએ કે બાળક બચી જ જાય. પણ આ બધાં વચ્ચે કેટલાંક સવાલો અને મુદ્દા ઉભાં થાય છે.

• આરોગ્ય બાબતે સરકરની જવાબદારી કેમ નહીં?

આપણે ટેક્ક પેઅર છીએ અને ટેક્સના બદલામાં આપણાં આરોગ્યની જવાબદારી સરકારની જ કેમ ન હોય શકે? આવા બધાં જ બાળકો બચી જાય એવી વ્યવસ્થા સરકારે ખુદ કેમ ન કરવી જોઈએ? જો આપણે આમ પૈસા ભેગા કરવાને બદલે આ બાબતે સરકાર પર દબાણ લાવીએ તો ખાલી વિવાન જ નહીં અન્ય પણ બાળકો બચી જશે. ૧૬ કરોડ નહીં ૧૬૦૦ કરોડ હોય તો પણ સરકાર દવા કરાવે એવી રજુઆત સરકારને કેમ ન કરવી જોઈએ આપણે? આ રીતે બધાં બાળકો માટે પૈસા ઉઘરાવવા શક્ય નથી જ, આનો એક જ ઉપાય છે કે, આ બધાં બાળકોની જવાબદારી સરકાર લઈ લે. તોજ આપણે બધાં બાળકોને બચાવી શકીશું. ધૈર્યરાજ રાજપુત સમાજ માંથી હતો, એટલે સમાજે જવાબદારી ઉપાડી મદદ કરી, વિવાન અનુસુચિત જાતિથી છે તો એ પણ એમનો સમાજ જવાબદારી ઉઠાવી લેશે તો પૈસા ભેગા કરી દેશે પણ મારા આ દેશમાં, બીજા અનેક નાના સમાજ છે અથવા તો સમાજ વગરનાં બાળકો છે. તેમનું શું? જે કિસ્સા બહાર જ નથી આવ્યા એવા બાળકોનું શું? જે બાળકો ધૈર્યરાજ, આને વિવાન જેવી ચેરેટી કરી પૈસા ન ભેગા કરી શકે એમને મરવા દેવાનાં? સરકારને સવાલ કરો શું આવા બાળકોને મરવા દેવાનાં? જેનું કોઈ ન હોય ને આવી ગંભીર બિમારીથી પીડાતા બાળકો હોય તો એમનું શું? મરવા દેવાના? રાજય, અને કેન્દ્ર સરકાર બન્ને આનો જવાબ આપે.

• ૧૬ કરોડને ખર્ચે ઇન્જેક્શન અહીં લાવવું તો ૧ કરોડ ખર્ચી બાળકને વિદેશ જ સારવાર માટે મોકલી દઈએ તો?

વાત એમ છે કે, આ ઇન્જેક્શન નો લાવવાનો ખર્ચ, તેના પર લાગતો ટેક્ષ, અને એ બધી બાબતોની ગણતરીઓ કરીને આ કિંમત ૧૬ કરોડ થતી હોય તો, પછી મેડીકલ સારવારના વિઝા આપી બાળકને ત્યા મોકલી સારવાર કરાવે તો આટલો મોટો ખર્ચ બચી જાય ને? કહેવાનો મતલબ કે, ૧૬ કરોડનું ઇન્જેક્શન અહીં લાવવું એના કરતા ૧ કરોડ ખર્ચી, બાળકને ત્યા સારવાર આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. સસ્તી અને સારી સારવાર મળશે વિદેશમાં.

સરકાર ચુંટણીઓમાં, એમની સભાઓમાં, મંત્રીઓની વિઝીટમાં જો કરોડો રૂપિયા પાણીને જેમ ખર્ચ કરી શકતી હોય તો બાળકની જીંદગી બચાવવા કેમ નહીં? ને જો સરકારથી ન પહોંચી વળાય તો WHO, જેવી વિશ્વ લેવલની આરોગ્ય સંસ્થાઓ પાસે મદદ કેમ ન માંગી શકે? વિદેશની સરકારો સાથે સારા સંબંધો હોય તો ટેક્ષ માફ કરી ઇન્જેક્શન કેમ ન મંગાવી શકે….? આવા તો અનેક સવાલો વચ્ચે એટલું જ કહેવાનું કે, આપણે આ જવાબદારી સરકાર પર છોડવી જોઇએ. છોડવું નહીં આપવી જ જોઇએ કે આ જવાબદારી તમારી છે એમાથી તમે છટકી ન શકો. જો સરકાર ન કંઈ ન કરે તો લોકો તો મદદ કરવાં તૈયાર જ છે. પણ આમ સરકાર પોતાની ફરજ માંથી છટકી શકે નહીં. આપણે એક બે બાળકોને મદદ કરી શકીશું. પણ બીજા બધા બાળકોનું શું?

• આ ઇન્જેક્શનનુ ભારતમાં જ ઉત્પાદન કેમ ન થઈ શકે?

આપણે કોવીડ-૧૯ જેવી ગંભીર બીમારીની રસી શોધી વિદેશ પણ મોકલી શકવા સક્ષમ હોઈએ તો આવી બિમારીઓની દવા ભારતમાં જ કેમ ન બની શકે? ભારતમાં જ જો આ દવા ( ઇન્જેક્શન ) બને તો આપણા કેટલા બાળકો અહીં બચી જાય એમ છે. આ દિશામાં સરકારે પહેલાં વિચારવું જોઈએ ને.

લેખ: નેલ્સન પરમાર મો.૭૮૭૪૪૩૯૧૪૯

Related Articles

Total Website visit

1,501,795

TRENDING NOW