આમ આદમી પાર્ટી દ્વારા e-kyc ની કામગીરી માટે આધાર કાર્ડ અપડેટ ને લગતી કીટો તાલુકા પંચાયતની સીટ વાઈઝ વધારવા અને બંધ પડેલ કીટો ને શરુ કરવા બાબત રજુઆત કરવામાં આવી
હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈ. કેવાયસી ને લગતી કામગીરી ખૂબ મંદગતિથી અને ઓછી કીટો થી ચાલતી હોવાથી લોકોને ખૂબ મુશ્કેલી અને વ્યર્થ સમય બરબાદ કરવો પડે છે તથા તેમના બાળકો અને ઘર પરિવારના સભ્યોને લઈને વારંવાર ધક્કા તાલુકા મથકે થાય છે,
જેનાથી સમગ્ર જિલ્લાના લોકો ને પોતાના કામકાજ માં ખૂબ અવરોધ આવે છે અને ગરીબ લોકો પોતાની રોજગારી મેળવી શકતા નથી અને ખૂબ હેરાન પરેશાન થાય છે આથી આપના દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તીના આધારે આધાર કાર્ડ અપડેટ તેમજ અન્ય વિગતો તેમાં ઉમેરવા માટેની મશીનની કીટો દર પાંચ ગામ દીઠ એક મૂકવામાં આવે તો લોકોનો સમય અને આર્થિક નાણા નો વ્યય વગેરેમાં ખૂબ રાહત થાય એમ છે, બાકી કછુંવા ગતિથી કાયમી તાલુકા મથકે 30 થી 35 જણાની કામગીરી ના એવરેજથી આપ સૌ જાણો છો આ કામગીરી ક્યારેય પૂરી થાય એવું અમોને દેખાતું નથી.
સલાયા માં છેલ્લા ઘણા સમય થી આધાર કાર્ડ ની કીટ બંધ છે, શિક્ષણ વિભાગ ને જે કીટ આપવામાં આવી છે તેની કામગીરી ફરીથી શરુ કરવામાં આવે, પ્રાઇવેટ CSCSસી.એસ.સી. સેન્ટર ને મજુરી આપવામાં આવે, અને નવી કીટો ની ફાળવણી કરવામાં આવે જેથી આધાર કાર્ડ ની કામગીરી સરળતાથી થઇ શકે…
વિગેરે બાબતની આપના દ્વારા ખાસ તકેદારી લઈ અને સમયસર એ e-kyc ની કામગીરી માટે જોઈતી સાધન- સામગ્રી યોગ્ય સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવે અને ઉચિત સમય સુધી કાયમી આ કામગીરી ઈ e-kyc ની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે એવી તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવેલ છે…