મોરબી: વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેરમાં ગુજરાતમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે તેમના સ્વજનોને સાંત્વન પાઠવવા તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જન સંવેદના મુલાકાત દરેક જિલ્લામાં કરવામાં આવે છે જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટી નેતા ઈશુંદાન ગઢવી, મહેશભાઈ સવાણી, પ્રવીણભાઈ રામ તેમજ પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, સહ સંગઠન મંત્રી નિમેષભાઈ પાટડીયા, જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા સહિતના આગેવાનો મોરબી જિલ્લાના ગામોની મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન કોરોનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે તેમજ તેમના સ્વજનોને સાંત્વન પાઠવવામાં આવેલ.
આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લામાં ૫૮૦ નવા યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા જેમાં મોરબી શહેર માંથી મુખ્યત્વે મોરબી સતવારા સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાણા સાથે જ જન અધિકાર મંચ તમામ હોદેદારો સાથે ૫૦થી વધુ કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટી સાથે વ્યવસ્થા પરિવર્તનના જન આંદોલનમાં પોતે જોડાયા.