Friday, April 11, 2025

આમરણ ચોવીસીના કોયલી ગામે આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

આમરણ ચોવીસી પંથકના કોયલી ગામે આહીર સમાજનો ૧૭મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના ૨૩ યુગલો લગ્નગ્રંથીએ જોડાઈને પ્રભુતામાં પગલા માંડ્યા હતા.આ તકે દાતાઓ તેમજ સમાજના નવનિયુક્ત સરકારી કર્મચારી અને અધિકારીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

સોરઠના પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડ તેમજ આમરણ ચોવીસી પંથકના સ્વ. આયદાનભાઈ શામળાભાઈ કુંભરવાડીયાને સમર્પિત આ લગ્નોત્સવ પ્રસંગના મુખ્ય મહેમાનપદે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ હાજરી આપી હતી.

આ પ્રસંગે સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા, અગ્રણીઓ અમુભાઈ હુંબલ, દેવદાનભાઈ જારીયા, આહીર સેના મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, આહીર સેના મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા, આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર મહેશભાઈ મકવાણા, આહીર સેના મોરબી જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ જીલરીયા, રાજુભાઈ જારીયાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું હતું કે સમૂહલગ્ન જેવા માધ્યમથી સમાજ એક તાંતણે બંધાય છે.આવા પ્રસંગોથી કુરિવાજો, વ્યસનમુક્તિના અભિયાનને વેગ આપી તિલાંજલી આપવા માધ્યમ બને છે. હાલ બચતના પૈસા સમાજ સેવામાં વપરાય તો ભાવિ પેઢીને આર્થિક મજબૂરી સહન નહી કરવી પડે, સામાજીક માધ્યમથી કારકિર્દી ઘડતર એ જ સામાજીક વિકાસનું પગથિયું છે. અધિક કલેકટર જયશ્રીબેન જરૂએ જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકને મોબાઈલ વળગણથી દૂર રાખવાની મોટી સમસ્યા ઉભી થઈ છે. મોબાઇલ દૂષણનું સામાજીક ચિંતન થવું જરૂરી છે. વર-કન્યાને ઉદ્દેશીને શીખ આપતા જણાવ્યું કે તમારી ભાવિ પેઢીને આરંભથી જ બાળકને ખોળામાં બેસાડી આહીરકુળના વીર મહાપુરુષોને ઇતિહાસ ઉજાગર કરી આહીર સંસ્કૃતિનું સિંચન કરવું તે જરૂરી છે.

Related Articles

Total Website visit

1,501,793

TRENDING NOW