મોરબીમાં યંગ ઈન્ડીયા ગ્રુપ દ્વારા જન્મદિવસની ઉજવણી આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ કરવામાં આવે છે. ત્યારે ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની દિકરી મનસ્વીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મનસ્વીના જન્મદિવસ અને દેવેનભાઈ રબારીના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ આશરે ૧૨૦૦ બાળકો અને લોકોને પૌષ્ટિક ભોજનનું વિતરણ કરાવી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓ તેમજ દરિદ્રનારાયણને રાજી કર્યા હતા. તેમજ મનસ્વી માટે આશીર્વાદ મેળવી ધનીયતા પ્રાપ્ત કરી, અમારા જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિય જનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે તેમ દેવેનભાઈએ જણાવ્યું હતું.
