ટંકારા: ટંકારામાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા આધેડે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ.
મળતી માહિતી મુજબ ટંકારામાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષીય દિલીપભાઇ જાદવજીભાઇ એ ગત તા. ૨૫ના રોજ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઘઉમાં નાખવાના ટીકડા પી જતા પ્રથમ સારવાર ટંકારાની સીવીલ હોસ્પિટલ ત્યારબાદ રાજકોટની સીવીલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે બેભાન હાલતમા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવારમા લાવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી.