મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર શ્રધ્ધા પાર્કમાં આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે .
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર શ્રધ્ધા પાર્કમાં રહેતા ૫૦ વર્ષીય દિનેશભાઈ મોહનભાઈ સતવારા એ ગઈ કાલના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. તેમની ડેડબોડી નેં પોસ્ટમોર્ટમ માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.