Friday, April 11, 2025

આઈકોનીક રોડ બનાવાયા પછી અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીને મ્યુનિ.૪૧૭૫ ચો.મી.નો પ્લોટ આપશે

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ સુધી આઈકોનીક રોડ બનાવામાં આવ્યો છે. આઈકોનીક રોડ બનાવવા મ્યુનિ.તંત્રે રોડલાઈન અમલમાં એરપોર્ટ ઓથોરીટીની ખુલ્લી જગ્યા લીધી હતી.એરોપોર્ટ ઓથોરીટી પાસેથી લેવામાં આવેલી ૪૧૭૫ ચોરસ મીટર જગ્યા આ જ ટી.પી.સ્કીમમાં આવેલા ફાઈનલ પ્લોટમાંથી આપશે.

એરપોર્ટ સર્કલથી તલાવડી સર્કલ થઈ ઈન્દિરાબ્રિજ સુધી ૬૦ મીટર પહોળાઈ ધરાવતો આઈકોનીક રોડ રુપિયા દસ કરોડથી વધુની રકમના ખર્ચથી બનાવવામાં આવ્યો છે. આ રોડ બનાવવાની કામગીરી સમયે મ્યુનિસિપલ તંત્રે એરપોર્ટ ઓથોરીટીની ૪૧૭૫ ચોરસમીટર ખુલ્લા પ્રકારની જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનના એકટની જોગવાઈ હેઠળ મેળવી હતી. આ જગ્યાની સામે હાંસોલ-૧ના સુચીત ફાઈનલ પ્લોટ નંબર-૧૫૬-૧ સેલ ફોર કોમર્શિયલના હેતુવાળા પ્લોટની ૪૧૭૫ ચોરસમીટર જગ્યા ખાસ કીસ્સામાં રાજય સરકારની મંજૂરીની અપેક્ષાએ એરપોર્ટ ઓથોરીટીને આપવા સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે.જમીન અદલાબદલીમાં આપવાની થતી હોવાથી એરપોટ ઓથોરીટી પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ પ્રકારની રકમની વસૂલાત કરવાની રહેતી નથી.

Related Articles

Total Website visit

1,501,804

TRENDING NOW