આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત ભચાઉ પોલીસ દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન
૨૬ જૂન ૨૦૨૪ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિતે ભચાઉ પોલીસ તથા ભચાઉ શહેરના નાગરિકો સાથે રહીને ક.૧૭/૫૫ થી ૧૮/૧૫ વાગ્યા સુધી નશા મુક્ત ભારત અંગેની રેલીનું આયોજન કરવામાં આવેલ.જે રેલી ભચાઉ કસ્ટમ બ્રિજ થી કસ્ટમ સર્કલ થઈ નગરપાલિકા સર્કલ થઈ પરત નવા બસ સ્ટેશન સુધી કાઢવામાં આવેલ હતી.આ રેલીમાં ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા ભચાઉ શહેરના નાગરિકોને નશા મુક્તિ અંગેની સમજ કરવામાં આવેલ તેમજ ડ્રગ્સ જેવા વ્યસનોથી દુર રહેવા સમજ કરવામાં આવેલ. જેમાં ભચાઉ પોલીસ સ્ટાફ ટી આર બી સભ્યો તેમજ ભચાઉ શહેરના નાગરિકો એમ આશરે ૪૦ જેટલા માણસો જોડાયેલ.