જાતિ પ્રથાના કારણે કર્ણ જેવા તેજસ્વી કુમારને પણ હડધૂત થવું પડયું હતું.એકલવ્ય જેવા અસાધારણ શિષ્યને પણ પોતાના અંગૂઠાની ગુરૂદક્ષિણા ચૂકવવી પડી હતી. એમ ડો.આંબેડકરગ જેવા વિરલ વ્યક્તિત્વ ને પણ આભડછેટનો અભિશાપ સહન કરવો પડયો હતો. અન્યાય ચૂપચાપ સહન કરે તે પશુ અને અન્યાયને ખતમ કરવા મેદાને પડે તે માનવ! અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા આજીવન ઝઝૂમવાનું વ્રત લેનાર મહામાનવ એ જ ડો.આંબેડકર..!!
તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મેળ હતો.. આપણા દેશના બંધારણની રચનામાં કેન્દ્રીય ભૂમિકા સાથે સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતા પ્રજાસત્તાકનો પાયો નાખવામાં તેમનો ફાળો અવિસ્મરણીય છે. ભારતના બંધારણ, સમાજ સુધારક અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન ડો.બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ની હાર્દિક શુભેચ્છા…બાબા સાહેબ ની જન્મજયંતિ ને આપણે સૌ “સમાનતાનો દિવસ ” તરીકે વૈશ્વિક મહામારીમાં ઘરે રહીને ઉજવણી કરીને મહામાનવ ના વ્યક્તિત્ત્વ ને આપણા જીવનમા ચરિતાર્થ કરીયે..જયહિન્દ
-દેવેન રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ)