Friday, April 25, 2025

અસામાજીક વ્યક્તિને 5 જીલ્લામાં તડીપાર કારાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા ગેર-કાયદેસર દેશી દારૂ પોતાના કબજામા રાખી તેનુ મોરબી સીટીના આર્થિક પછાત વિસ્તારમાં વેચાણ કરી ગેર-કાયદેસર આર્થિક લાભ મેળવનાર તેમજ પોતાની પાસે છરી જેવા જીવલેણ હથીયારો રાખી અને છૂટથી તેનો ઉપયોગ કરી લોકોને શારીરીક ઇજાઓ પહોચાડી અવાર નવાર ધમાલ મચાવી જાહેર વ્યવસ્થા ખોરવી નાખી પુરા વિસ્તારમા ભય અને ત્રાસનુ વાતાવરણ ફેલાવનાર ઇસમ અબુભાઇ ફતેમામદભાઇ કટીયા (ઉ.વ.૩૦ રહે. મોરબી વીસીપરા નિધ્ધીપાર્ક પાછળ, મફતીયાપરા, મોરબી)ને ગુજરાત પોલીસ એકટ કલમ પડ(ક), (ખ) મુજબ તડીપાર કરવા માટેની દરખાસ્ત સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ મોરબીને કરવામાં આવતા આ ઇસમને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ-ભુજ, જામનગર જીલ્લાઓ માથી તડીપાર કરવા હુકમ થતા આ ઇસમને આજરોજ પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરવામા આવેલ છે.

આ કામગીરી પીઆઈ વી.એલ.પટેલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ઝાલા, મહેશભાઇ મંઢ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,422

TRENDING NOW