મોરબી: અરૂણોદય સર્કલ નજીક ભીમસર વિસ્તારમાં વાઘજીઠાકોરનાં મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૫ ઇસમોનેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના અરૂણોદય સર્કલ નજીક ભીમસર વિસ્તારમાં વાઘજીઠાકોરનાં મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ગોવિંદભાઈ નાથાભાઈ વિકાણી, મેરામભાઈ કરશનભાઈ દેલવાણીયા, રાયધનભાઈ કરશનભાઈ દેલવાણીયા, નરેશભાઈ માનસિંગ આમેણીયા, મહેન્દ્રભાઈ વિરમભાઇ કુંઢીયા (રહે બધાં ભીમસર વિસ્તાર વાઘજીઠાકોરનાં મંદિર પાસે વેજીટેબલ રોડ મોરબી-૨) નેં રોકડ રકમ રૂ.૧૧૨૬૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.