વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે ગત તા. ૨૩ ના રોજ પોતાની વિવાદીત જમીન પર ખાડો ગાળવાની ના પાડતા આધેડને છ શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ અરણીટીંબા ગામે રહેતા છગનભાઈ ગોવિંદભાઈ અઘારાએ આરોપીઓ ઉસ્માનભાઈ અલીભાઈ કડીવારા,નિઝામ મામદ કડીવારા,મામદ હાજી કડીવારા,ઈરફાનફતે ચૌધરી,અમીભાઈ અલીભાઈ કડીવારા, ઉસ્માન આહમદભાઈ કડીવારા (રહે. બધાં અરણીટીંબા .તા. વાંકાનેર) વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩ના રોજ આરોપીઓ એક સંપ કરી જે.સી.બી. તથા લોડર વાહનથી ફરીયાદીના મકાન પાસે ખાડો (ગટર) ખોદતા હોય જે ફરીયાદીને પોતાની વિવાદીત જમીન પર ખાડો કરશે તેવુ લાગતા આરોપીઓને ખાડો (ગટર) ગાળવાની ના પાડતા આરોપીઓને સારૂ ન લાગતા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી તથા સાહેદોને સાથે બોલાચાલી જગડો કરી ફરીયાદીનો કાંઠલો પકડી ધક્કો મારી પછાડી દઈ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદી અનું. જાતીના હોવાનું આરોપીઓ જાણતા હોવા છતા ફરીયાદી તથા સાહેદોને જાતી પ્રત્યે હધુત કરી અપમાન કરેલ હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતા આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી એક્ટ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ),૩(૨)(૫-અ) હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.