વાંકાનેર તાલુકાના અમરસર ફાટકથી રાજકોટને જોડતા માર્ગ પર આવેલ દરગાહ તરફ જતા રસ્તાની ગોળાઈ નજીક બોલેરો પિકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ફાટકથી રાજકોટને જોડતા માર્ગ પર આવેલ દરગાહ તરફ જતા રસ્તાની ગોળાઈ નજીક બોલેરો પિકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માલવાહક બોલેરો પીકઅપ રજી નં- GJ-03-BV-2081ના ચાલકે બાઈક સવાર આકાશભાઈ દિપકભાઈ જાદવ (ઉ.વ.-૨૦) રહે-હાલ અમરસરવાળાને અડફેટે લેતા બાઈકચાલકને જમણા હાથે ઇજા તેમજ ફ્રેક્ચર તથા જમણા પગે સાથળના ભાગે ફ્રેક્ચરની ઇજા થઈ હતી આ અકસ્માત બાદ બોલેરોચાલક બોલેરો મૂકી ભાગી છુટતા આકાશભાઈ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.