મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં આવેલ કારખાનામાં 18 વર્ષીય યુવાને લેબર ક્વાર્ટર માં ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે અકસ્માતે મૃત્યુનોંધ કરી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં આવેલ ઓમશીવ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરતા મૂળ કચ્છના સામખીયાળી ગામના વતની દશરથભાઈ બાબુભાઇ કોળી ઉ.18 નામના યુવાને લેબર કોલોનીના રૂમમાં લૂંગી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.