Tuesday, April 22, 2025

અમદાવાદ જવાનું કહીને ઘરેથી નીકળેલ મોરબીનો યુવાન લાપત્તા

Advertisement
Advertisement
Advertisement

યુવાનની જાણ થાય તો પોલીસ સ્ટેશને જાણ કરવા અનુરોધ

મોરબી રવાપર ગામના સાનીધ્યપાર્ક સોસાયટી, મારૂતી એપાર્ટમેન્ટની સામે રહેતા લલીતભાઈ અરૂણભાઇ ઠોરીયા (ઉ.વ.૩૬) ગત તા.૦૯-૦૫-૨૦૨૧ ના રોજ અમદાવાદ કામથી જવાનુ કહીને નીકળી ગયેલ હતા. ત્યાબાદ ઘરે પરત આવેલ ન હોય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તા.૧૧/૦૫/૨૦૨૧ ના ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદ અનુસાર ગુમ થનારના સગાસંબંધીઓ દ્વારા અમદાવાદ તપાસ કરતા અમદાવાદ એસ.જી. હાઇવે રાજપથની સામે સર્વીસ રોડ પરથી ગુમ થનાર લલીતભાઈ અરૂણભાઈ ઠોરીયાની જી.જે.૩૬-એફ.૧૭૭૫ વાળી કાર તેમજ કારમાંથી તેમનો મોબાઈલ મળી આવેલ છે. અને ગુમ થનાર મળી આવીલ નથી.

ગુમ થયેલ વ્યક્તિએ શરીરે બ્લૂ કલરનું પેન્ટ તથા ભૂખરા કલરનું ટી શર્ટ પહેરેલ છે. ચહેરો લંબગોળ છે, વાને ઘઉંવર્ણ શરીરે મજબૂત છે. જે કોય ને આવી વ્યક્તી દેખાય તો તેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર ૦૨૮૨૨-૨૩૦૧૮૮ પર જાણ કરવા જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW