અણીયારી પ્રાથમિક શાળાના આચાર્ય મનુભાઈ જાકાસણીયા સ્વૈચ્છિક નિવૃત થતા તેમનો વિદાય સમારંભ ગામના આગેવાનો, શાળાના શિક્ષકો, બાળકો, સરપંચ, SMC અધ્યક્ષ, SMC સભ્યો, પંચાયત સભ્યો, CRC કૉ. ઓર્ડીનેટર, તાલુકા શાળાના આચાર્ય તથા ગામ લોકોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.
આ તકે મનુભાઈનું શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનુભાઈ જાકાસણીયા એ રૂ. ૧૧૧૧૧ શાળાને ભેટ રૂપે આપેલ હતા.
