માળીયા (મીં) તાલુકાના નવાગામ રહેતા અબ્દુલભાઈ ઉર્ફે કાળુ ઉમરભાઈ જેડા (ઉ.વ.૩૧) એ આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર, રફીક હાજીભાઈ મોવર, ઇકબાલનો ભાણેજ યુસુબ સંધવાણી, જાકીર હબીબ જેડા રહે-બધા ખીરઈ તથા અવેશ હબીબ જેડા, સબીર જાકીર જેડા, કાળા જાકીર જેડા રહે ત્રણેય વાંઢ વિસ્તાર રોડ ઉપર માળીયા. મી.વાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાણેજ સદામને આરોપીઓ સાથે અગાઉ સામાન્ય બોલચાલી થય હોય તેનું મનદુઃખ રાખી આરોપીઓએ છરી, ધારીયા, તલવાર જેવા હથીયાર વડે ફરીયાદીની અર્ટીકા ફોરવ્હીલ નં- જીજે-૩૯- સી.બી-૭૧૮૧ ઉભી રખાવી તેના પર તમામ આરોપીઓએ હથીયારો વડે હુમલો કરી ગાડીમા નુકસાન કરી ફરીયાદીને તથા સાહેદોને ઈજા કરી આરોપીઓએ પોતાના હવાલાવાળી થાર, ફોર્ચ્યુનર, સ્વીફ્ટ, આઈ ૨૦ વાળી લઇ ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદેથી તેઓના માથે ચડાવી દઇ ફરીયાદી તથા સાહેદોને ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.