Thursday, April 24, 2025

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેરની કારોબારી બેઠક મળી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાની કારોબારી બેઠક દિગ્વિજય નગર પ્રાથમિક શાળા ખાતે મળી હતી. જેમાં બેઠકની શરૂઆત ધ્રુવગીરી ગૌસ્વામી દ્વારા સંગઠન મંત્રથી કરવામાં આવી અને ત્યારબાદ દિગ્વિજય પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર દ્વારા તમામ કારોબારી સભ્યનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું.

અને કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા અને હસમુખભાઈ પરમાર દ્વારા નવનિયુક્ત કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળાને શાલ,પુષ્પગુચ્છ અને ભારત માતાના પ્રતિકૃતિ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ કારોબારી બેઠકમાં આવેલા તમામ કારોબારી સભ્યોનું શ્રીમદ ભાગવત ગીતાના પુસ્તક આપી ધ્રુવગીરી ગૌસ્વામી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કારોબારી સભાની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં સિનિયર ઉપાધ્યક્ષ તરીકે હસમુખભાઈ પરમાર અને સંગઠન મંત્રી તરીકે મંગુભાઇ પટેલની વરણી નવઘણભાઈ દેગામા મંત્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી. અને આ તકે ઉપસ્થિત રહેલ કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળાએ પ્રેરક વચન આપેલ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા કારોબારીના મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

જેમ કે (૧) સદસ્ય નોંધણી જોરશોર કરવી, (૨) શિક્ષકોની શ્રેયાન યાદી ( ઉચ્ચતર પગાર ધોરણ )બનાવવા અંગે ટીપીઈઓ કક્ષાએ રજુઆત કરવી (૩) SPL બાબતે, (૪) HTAT પ્રશ્નો, (૫) જૂની પેન્શન યોજના બાબતે, (૫) વિદ્યાસહાયક બોન્ડ મુક્તિ, (૬) સી.આર.સી વિભાજન પ્રશ્નો વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ કારોબારી સભ્યો દ્વારા થયેલા સદસ્યતા અભિયાનમાં શિક્ષકો દ્વારા થયેલા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી અને સદસ્યતા અભિયાન કેટલે પહોંચ્યું છે તેની નોંધ લેવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકનું સમાપન રાષ્ટ્રગાન દ્વારા કરવામાં આવ્યું અને હળવો નાસ્તો લઈ કારોબારી બેઠકનું સમાપન કરવામાં આવ્યું એમ પ્રચારમંત્રી નીરવભાઈ બાવરવાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW