અંબુજા ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયત, કુકરાશ દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરાયુ
આજ રોજ અંબુજા ફાઉન્ડેશન અને ગ્રામપંચાયત કુકરાશ દ્વારા વાડી વિસ્તાર માં રહેતા કુટુંબો ને અવર જવર માટે પાકા રસ્તાની સુવિધા મળી રહે તે હેતુથી દાનાભાઇ પરબતભાઇ છાત્રોડીયા ની વાડીથી કુકરાશ ગામ તરફ સિમેન્ટ કોન્કરેટિંગ રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહર્ત ગામના સરપંચશ્રી, ઉપસરપંચ, પંચાયતના સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં અંબુજા સિમેન્ટ લિમિટેડ ના સી. એમ. ઓ. શ્રી સંજય વશિષ્ઠ ,અંબુજા ફાઉન્ડેશનના રીઝનલ હેડ શ્રી દલસુખ વઘાસીયા અને સ્થાનિક ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા .કુકરાશ ગામની અંદર રસ્તાઓ ની સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ વાડી વિસ્તારમાં માટે આ સુવિધા આશીર્વાદ રૂપ સાબિત થશે…