મોરબી: હેડ ક્લાર્કના પેપરલીક કાંડ મુદ્દે ઠેર-ઠેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં મોરબી આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશભાઈના માર્ગદર્શન હેઠળ આજે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.
મોરબીના સરદાર બાગ નજીક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હેડ ક્લાર્ક પેપર લીકના વિરોધમાં પ્રતિક ઉપવાસ કર્યા હતા અને વિરોધ કરી રહેલા આપના કાર્યકરોને ડીટેઈન કરીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા ત્યારે આપ કાર્યકરોએ ભાજપ તેરી તાનાશાહી નહિ ચલેગીના નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
