Wednesday, April 23, 2025

હિંદુ સમાજના શ્રાવણ માસ દરમ્યાન મોરબીના જાહેર માર્ગો પર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવા માંગ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગદળ મોરબી શહેરની ટીમ દ્વારાહિંદુ સમાજના પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવા બાબત અને જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપવા મોરબી જિલ્લા કલેકટર તથા મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરીષદ મોરબીએ લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, 09/08/2021 ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. આ પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો એ પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે. તો આ પવિત્ર શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે. તો આ દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ ચાલુ હોય તેના પર પ્રતિબંધ એક માસ પૂરતો લગાવવામાં આવે તેવી માંગ કરી કરી છે.

તેમજ આગામી તા. 30ના રોજ હિંદુ ધર્મ સંસ્કૃતિના પવિત્ર તહેવાર જન્માષ્ટમી આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ કોરોના કાળના લીધે ગત વર્ષ આ શોભાયાત્રા કાઢવામાં આવી ન હતી તો આ વર્ષે જ્યારે મોરબી શહેરમાં કોરોના ના કેસ ન હોવાથી વિશ્વ હિંદુ પરિષદને મોરબી શહેરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવા માટેની પરવાનગી આપવામાં આવે તેવી રજુઆત કરી છે. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરકાર દ્વારા આપેલ covid નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,239

TRENDING NOW