Tuesday, April 22, 2025

હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત શાળાનું સ્વામી સચ્ચિદાનંદે લોકાર્પણ કર્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હાસ્યકલાકાર અને લેખક જગદીશ ત્રિવેદીએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક આશ્રમશાળા બનાવી આપી છે. જેમાં કુલ ૧૬૬ જેટલાં જરુરીયાતમંદ આદીવાસી બાળકો ત્યાં જ રહીને અભ્યાસ કરે છે. ગ્રાઊન્ડ ફ્લોર પર ચાર વર્ગખંડ અને પહેલા માળે હોસ્ટેલનાં બે હોલ મળીને આશરે પાંત્રીસ લાખ રુપિયાનાં ખર્ચે તૈયાર થયેલા આ ભવનનું ક્રાંતિકારી સંત, પ્રખર વકતા અને લોકપ્રિય લેખક એવા સ્વામિ સચ્ચિદાનંદજીએ ૧૬ જૂન બુધવાર સવારે લોકાર્પણ કર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીશ ત્રિવેદીએ આ અગાઊ પત્નીના જન્મદિવસે પત્નીના નામની સરકારી શાળાનું લોકાર્પણ કર્યું હતું. અને આજે પુત્ર મૌલિકના જન્મદિવસે પુત્રના નામની સરકારી શાળાનું લોકાર્પણ કર્યું છે. એમના દ્રારા આ પાંચમી સરકારી શાળાનું નિર્માણ થયું છે. તદુપરાંત એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને કુલ સાત મકાનના લોકાર્પણ સાથે એમના વ્યક્તિગત દાનની રકમ બે કરોડને પાર કરી ગઈ છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW