Tuesday, April 22, 2025

હળવદ: વૈજનાથ મહાદેવ મંદિર ખાતે નિ:શુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ

Advertisement
Advertisement
Advertisement

શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ નું આયોજન હળવદના નગરજનો નિઃશુલ્ક કોરોના પ્રતોરોધક રસી લેવા અનુરોધ

(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ) હળવદ મધ્યે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના પરિસરમાં શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ નિઃશુલ્ક કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદના 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓને નિઃશુલ્ક રસી આપવામાં આવી હતી. જેમાં શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ દેરાશ્રીએ કોરોના વેકસીન લેવાની શુભ શરૂઆત કરી હતી.

આ કાર્યક્રમમાં સામાજિક રાજકીય આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી શુભારંભ કર્યો હતો. અને આ કાર્યક્રમમાં 45 વર્ષથી ઉપરના હળવદના નગરજનોએ ઉત્સાભેર જોડાઈ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, અજયભાઈ રાવલ, રમેશભાઈ ભગત, શ્રી વૈજનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ દેરાશ્રી, ટ્રસ્ટી દીપકભાઈ રાવલ, પીયૂસભાઈ દવે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ભાવિનભાઈ ભટ્ટી, ડૉ કિશનભાઈ દેથરીયા હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમની માહિતી લોકોને મળી રહે તે માટે એનાઉન્સર રાજુભાઇ દવેએ બહોળી પ્રસિદ્ધિ કરી હતી. અને આયોજકોએ આ કાર્યક્રમમાં આવનાર લાભાર્થીઓને આધાર કાર્ડ સાથે લાવવા માટે અને સરકારી ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા તપનભાઈ દવે, રવિભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, પ્રકાશભાઈ જોષી આરોગ્ય વિભાગના કર્મચારી દેવયનીબેન ભટ્ટ, ભૂમિબેન ચૌહાણ, અનિલભાઈ, ભગવાનજીભાઈ ડોડીયા સહિત યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW