(અહેવાલ: ભવિષ જોષી – હળવદ)
હળવદ નગરપાલિકામાં આજ રોજ સફાઈ કામદારોની ૧૩ જગ્યા માટે ૧૫૯ અરજીઓ આવેલ જેમાં ફોર્મ ચકાસણી કરતા ૧૧૧ લોકોને ઇન્ટરવ્યુ માટે કોલલેટર હળવદ નગરપાલિકા દ્વારા મોકલવામાં આવ્યા હતા.
હળવદ નગરપાલિકા ચીફ ઓફીસર, નગરપાલિકા પ્રમુખ તેમજ કમિટી ના સભ્યો અને રાજકોટ પ્રાદેશિક કચેરીના અધિકારી હાજર રહ્યા હતા. ઘણા સમયથી ખાલી પડેલી જગ્યાઓમાં પસંદગી પામેલ ઉમેદવારોને અને જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોને કમિટી દ્વારા પ્રથમ પ્રાથમિકતા આપી તેઓની કાયમી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ૧૧૧ ઉમેદવારોમાંથી પસંદગી પામેલ ૧૩ ઉમેદવારોને કાયમી કરવામાં આવશે.
