Wednesday, April 23, 2025

હળવદ તાલુકા ના કડિયાણા ગામેથી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ મોરબી હાઈવે રોડ ઉપર કડીયાણા ગામ નજીક ખોડલ રામદેવ હોટેલ પાસે ટ્રકમાં માટીના પાવડરની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ/ બીયરનો જથ્થો ભરી હેરાફેરી કરતા ટ્રક રજીસ્ટર નંબર -આર.જે-૩૬-જી.એ-૩૮૪૩ વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૪૨ કિં રૂ. ૫૯૫૯૦ તથા બીયર ટીન નંગ -૨૪ કિં રૂ. ૩૬૨૪ મળી કુલ કિં રૂ. ૬૩,૨૧૪ તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિં રૂ. ૧૦,૦૦૦ તથા માટીની બોરીઓ વજન ૨૬ ટન કિં રૂ. ૩૬૨૯૭ મળી કુલ કિં રૂ. ૧૧,૦૯,૫૧૧ ના મુદામાલ સાથે આરોપી ટ્રક ચાલક ચેતનસિંહ ભંવરસિંહ ચૌહાણ (ઉ.વ.૪૧) રહે. અજમેર રાજસ્થાન તથા ધરમસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ‌.૩૩) રહે. અજમેર રાજસ્થાનવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ત્રણ ઈસમો કુલદિપ ટાક રહે. બ્યાવર રાજસ્થાન, સતિષભાઇ ગઢીયા રહે.મોરબી, મહેન્દ્રભાઇ રહે.મોરબીવાળાનુ નામ ખુલતા તમાંમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW