(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદ તાલુકાની જનતાને આ વિનામૂલ્યે રસીકરણ મહાઅભિયાનનો લાભ લેવા મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેનો અનુરોધ
મોરબી: કોરોના મહામારી થી રક્ષણ મેળવવા એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે એ છે કોરોના પ્રતિરોધક વેકસીન ત્યારે વિશ્વ નું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારત માં ચાલી રહ્યું છે અને 21 જૂન થી “વેકસીન ઓન ધ સ્પોટ” એટલે કે અગાઉ થી રજિસ્ટ્રેશન વિના સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી અને રસીકરણ મહા અભિયાન ચાલી રહ્યું છે.
જે અંતર્ગત 21 જૂન ના દિવસે ભારતભરમાં એક જ દિવસ માં કુલ 80 લાખ લોકો એ વેકસીન લઈ અને ઇતિહાસ રચ્યો છે ત્યારે હળવદ માં પણ આ કોરોના પ્રતિરોધક રસીકરણ મહાઅભિયાન રોકેટગતી થી આગળ વધી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તપનભાઈ દવે એ ૧૮ વર્ષ થી ઉપર ના નાગરિકો ને આ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત નિઃશુલ્ક કોરોના પ્રતિરોધક વેકસીન લઈને પોતાની જાત અને દેશ ને બચાવવા માટે અનુરોધ કર્યો છે.
જેમાં હળવદ આરોગ્ય વિભાગ અને તંત્ર ના જવાબદાર કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે તેઓ પણ ખરેખર પ્રશંશા ને પાત્ર છે ત્યારે કોરોના રસીકરણ સુરક્ષિત છે અને કોઈએ અફવાઓથી ભ્રમિત થવાની જરૂર નથી અને આ સરળતાથી વિનામૂલ્યે રસીકરણ અભિયાનનો લાભ લેવા હળવદ તાલુકાની જનતાને અનુરોધ છે.
જેમાં હળવદ શહેરમાં આવેલ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલ હળવદ – ડી.વી.પરખાણી શાળા (દંતેશ્વર દરવાજા વિસ્તાર)- રાજોધરજી હાઈસ્કૂલ (બસસ્ટેશન રોડ વિસ્તાર) – પતંજલિ વિદ્યાલય (સરા ચોકડી વિસ્તાર) – ડી.વી.રાવલ કોલેજ (દરબાર નાકા વિસ્તાર) હળવદ શહેરી વિસ્તાર માં તેમજ ગ્રામ્ય વિસ્તાર માં ચારડવા – ટિકર(રણ) – માથક – મયુરનગર – સાપકડા – રણમલપુર – જુના દેવળીયા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક રસીકરણ મહાઅભિયાન કાર્યરત છે તેનો હળવદ તાલુકા ની જાહેર જનતા ને લાભ લેવા નમ્ર અનુરોધ છે