હળવદ પોલીસે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ૮ પત્તા પ્રેમીઓને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હાલ શ્રાવણ માસ દરમિયાન જુગાર રમવાનો એક દોર ચાલતો હોય છે. ત્યારે જુગારની બદી ને અટકાવવા માટે પોલીસ હર હંમેશ કાર્યરત રહેતી હોય છે. ત્યારે હળવદ પોલીસે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો ઘનશ્યામભાઈ પ્રભુભાઈ પરમાર ઉ.વ.૩૫, બળદેવભાઈ ઘોઘજીભાઈ ડાભી ઉ.વ.૩૦, રાજેશભાઈ છેલાભાઈ ગીંગોરા ઉ.વ.૩૨, નાજાભાઈ રાણાભાઈ ગીંગોરા ઉ.વ.૫૪, રમેશભાઈ કરણાભાઈ લીલાપરા ઉ.વ.૫૦, મુકેશભાઈ જગાભાઈ ચરમારી ઉ.વ.૪૪, ભરતભાઈ કાળુભાઈ ખાંભડીયા ઉ.વ.૩૮, દશરથભાઈ કમાભાઈ લીલાપરા ઉ.વ.૪૮ રહે. બધા નવા સુંદરગઢ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ. ૧૬૪૪૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.