હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાલાલ સિણોજીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદમાં જુની મામલતદાર કચેરી સામે શ્રી જય વેલનાથ ઓફિસ નીચેથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર -જીજે-૩૬-ડી-૧૬૬૮ જેની કિંમત રૂ. ૧૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.