હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા કાળુભાઇ ભીખાભાઇ મકવાણાએ આરોપી સગા મોટાભાઈ ઠાકરશીભાઈ ભીખાભાઇ મકવાણા અને તેમના પુત્ર દેવરાજ ઠાકરશીભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28ના રોજ તેઓ પોતાના ઘેર હતા ત્યારે આરોપીઓ આવ્યા હતા અને તને વાડીમાં ભાગ નથી આપવો કહી પાઇપ ફટકાર્યા હતા. બાદમાં કાળુભાઇના પત્ની કાંતાબેન વચ્ચે છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ પાઇપ ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
