હળવદ ગ્રામ્યની સગીરાને ભગાડી જનાર આરોપી ઓરીસ્સાથી ઝડપાયો
મોરબી: હળવદ પોલીસ દ્વારા છેલ્લા પાંચેક માહીનાથી સગીરાને ભગાડી જનાર નાસતો ફરતો આરોપીને હળવદ પોલીસે ઓરીસ્સાથી ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.
હળવદ પોલીસનાં જણાવ્યા મુજબ, પોલીસ અધીક્ષક રાહુલ ત્રીપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં સગીર બાળાને ભગાડી જવાના બનાવોમાં સગીર બાળાઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. જેથી છેલ્લા પાંચેક મહિનાથી હળવદ પોલીસ સ્ટેશને આરોપી સનતકુમાર ઉર્ફે મુન્નાભાઇ ઉમાકાંત વિરુદ્ધ ભોગ બનનારને ભગાડી લઇ જવા અંગે ગુનો નોંધાયેલો છે. જેથી ઓરીસ્સા ખાતે પોલીસ ટીમ મોકલતા આરોપી તથા ભોગ બનનારને ઓરીસ્સાના બાલેશ્વર ખાતેથી પકડી હસ્તગત કરી હળવદ લઇ આવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ ભોગ બનનાર ને તેના પરિવાર જનોને સોંપવામાં આવી છે.