Tuesday, April 22, 2025

હળવદ ખાતે શ્રી સદગુરૂ મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

આંખમાં મોતિયાનાનું નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે

(ભવિષ જોષી દ્વારા) હળવદ: રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે શ્રી સદગુરૂ મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આવતીકાલે તા.૦૮ને બુધવારના રોજ સવારે ૯:૩૦ થી બપોરના ૧૨:૩૦ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખમાં મોતિયાની સમસ્યા જશે તેનું નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક રીતે કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ આંખની હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો હાજર દર્દીઓને તપાસી અને મોતિયાના ઓપરેશનની જરૂર જણાય તેવા દર્દીઓને રાજકોટ શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. અને રાજકોટ આવવા જવાની વ્યવસ્થા સહિત દવા-ટીપાં-ચશ્માં અને રહેવા જમવાની ઉત્તમ તમામ સુવિધા નિઃશુલ્ક રીતે સેવા આપવામાં આવશે ત્યારે આ કેમ્પનો લાભ હળવદ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં નામ અગાઉથી નામ નોંધવવા માટે 9825716457, 9825735055 પર સંપર્ક કરવાનો રહેશે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW