(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદ: કેન્દ્રમાં ભાજપના સાત વર્ષ પૂર્ણ થતાં સેવા સપ્તાહ અંતર્ગત હળવદમા વિવિધ સેવાકીય કામગીરી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હળવદના એપીએમસી ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજના રક્તદાન કેમ્પમાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શાશનકાળના કેન્દ્રમાં સાત વર્ષ પૂર્ણ થતાં હળવદ એપીએમસી ખાતે હળવદ ભાજપ દ્વારા સ્વૈચ્છિક રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૫ બોટલો રક્ત એકત્રિત થયું હતું. જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કીડની વિભાગમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિશુલ્ક આપવામાં આવશે. જેમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સહિતના રક્તદાન કેમ્પમાં હાજર રહ્યા હતા.
