હળવદ: હળવદના ચરાડવા ગામે SBI બૅંકના ATM મશીનને તોડવાની કોશિશ કરવામાં આવેલ છે. જેમાં બે અજાણ્યા બુકાની ધારી શખ્સો વિરુદ્ધ બૅંક મેનેજરે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ ગ્રીન પાર્કમાં રહેતા બૅંક મેનેજર સુરજભાઈ ગજેન્દ્રપ્રસાદ ખત્રી (ઉ.વ.૩૨)એ કોઇ બે અજાણ્યા બુકાની ધારી શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૭ના રોજ રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ચરાડવા ગામ SBI બેંકની બહાર SBIના ATM મશીન ખાતે તસ્કરો ત્રાટકયા હતા. કોઈ બે અજાણ્યા ચોર શખ્સોએ ફરીયાદીના SBI બેંકના ATMના શટર નુ તાળુ તોડી ATM મશીન રૂમમા પ્રવેશ કરી ચોરી કરવાના ઈરાદાથી ATM મશીન તોડવાનો પ્રયાસ કરી ATM મશીનને કોઈ હથીયારથી રૂ.૨૫૦૦૦નુ નુકશાન કરીને નાસી છૂટયા હતા.આ બનાવ અંગે હળવદ પોલીસે ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.