(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદની સરા ચોકડીથી સરા સુધી બનાવવામાં આવેલ રોડમા શહેરી વિસ્તારમાં આવતી સોસાયટીના રહીશોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડમાં આવતી ગટરોના ઢાંકણા ખુલ્લા અને રોડના લેવલ કરતા ઉચાં રાખવામા આવતા લોકોમાં અકસ્માતનો ભય રહે છે.
સરા ચોકડીથી ધનશામપુર રોડ પર તાજેતરમા રોડ બનાવામા આવ્યો છે જેમા શહેરી વિસ્તારમાં આવતો બે કિમી જેટલો RCC રોડ બનાવવામાં આવ્યો છે નંદનવન સોસાયટી પાસે ગટર બેસી જવાથી રોડ ઉબડ ખાબડ બન્યો છે. પતંજલિ નજીક નવો RCC રોડ ટુટીજવાથી ડામર પાથરી ભ્રષ્ટાચાર છુપાવાનો પ્રયત્ન કરવમા આવ્યો છે. પરંતુ રોડમા આવતી ગટરના ઢાંકણા ખુલ્લા અને રોડના લેવલ કરતા ઉચા રાખવામા આવેલા છે.
રોડની વચ્ચો વચ્ચ ઉચાં ઢાંકણા રાહદારીયોને હાલમાં ખુબ નળી રહ્યો છે. લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે. સરા ચોકડીથી હળવદમાં આવતી સોસાયટી વિસ્તામા આઠ જેટલા ઢાકણાથી લોકો ભારે પરેશાન છે. સ્થાનિક રહીશોની માંગ છે કે, આ ઢાકણા તાત્કાલિક લેવલ કરવામા આવે સાઇડમા આવતી ટુટેલી ગટર રીપેર કરવામાં આવે જ્યા સુધી રોડની સમસ્યા સમયસર દુર ન થાય ત્યાં સુધી નગરપાલિકા કમ્પ્લીટ સર્ટિફિકેટ ન આપે વહેલી તકે સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
