(અહેવાલ : ભવિષ જોષી-હળવદ)
હળવદ: વર્તમાન કોરોના મહામારી સમયે દરેક બ્લડ બેંકમાં બ્લડની અછત સર્જાય રહી છે. ત્યારે દર્દીઓને બ્લડની અછત ના સર્જાઇ તે માટે હળવદમાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ પાટીયા ગ્રુપ હળવદ, બજરંગદળ હળવદ, શરણેશ્વર મહાદેવ ટ્રસ્ટ હળવદ તેમજ અનેક સેવાભાવી સંસ્થા દ્વારા સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક વાર રક્તદાન કેમ્પના આયોજનો થતાં હોય છે. અને જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધી આ સંસ્થાઓ દ્વારા સતત ૭મી વખત હળવદમાં રકતદાન કેમ્પ યોજાયો છે. ત્યારે સ્વૈચ્છીક રક્તદાન શિબિર કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું. આ રકતદાન કેમ્પમાં ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, ધિરુભા ઝાલા, બિપીનભાઈ દવે, યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, શહેર ભાજપ કેતનભાઈ દવે, જીલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, ધર્મેશભાઈ જોષી, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પારેજિયાં, લક્ષ્મીનારાયણ મંદિરના મહંત તેમજ પાટીયા ગ્રુપ, બજરંગદળના સભ્યો તેમજ શરણેશ્વર સેવક મંડળના તમામ સેવકો હાજર રહ્યા હતા. પાટીયા ગ્રુપ હળવદ દ્વારા જે લોકોએ રકતદાન કર્યું હોય એવા લોકોને ભેટ આપવામાં આવી હતી. અને દરેક લોકો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
