હળવદના સરા રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતા અમીતભાઇ વજુભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) એ આરોપી મહેશભાઇ હરીદાસ પરમાર, ભાવેશભાઇ હરીદાસ પરમાર, મયુર ઉર્ફ મયલો રમેશભાઇ પરમાર તથા જયેશભાઇ મોહનભાઇ શેખાવા (પરમાર)રહે બધા. બસ સ્ટેશન પાછળ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘર પાસે પોતાની ઈકો ગાડી પાર્ક કરતો હતો ત્યારે આરોપીઓ આવી યુવક સાથે બોલાચાલી કરી ઝગડો યુવકને ચાર શખ્સોએ લોખંડના પાઇપ, ધોકા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.